VIDEO: મુંબઈ સેન્ટ્રલ પર યાર્ડમાં ઉભેલી ટ્રેનમાં લાગી આગ
સોર્સ : gstv
મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. મુંબઈ-હાવડા દુરંતો એક્સપ્રેસ પોતાની યાત્રા શરૂ કરે તે પહેલા અચાનક તેમાં આગ ફાટી નિકળી હતી. જે સમયે આગ લાગી ત્યારે ટ્રેન સ્ટેશનની સાઈડમાં યાર્ડમાં ઉભી હતી.જેથી કોઈ નુકસાન થયુ હતું. પરંતુ જેવી ટ્રેન યાર્ડીથી પ્લેટફોર્મ માટે આવવા નીકળી ત્યારે તરત તેમાં આગ ફાટી નિકળી હતી. છેલ્લી ઘડીએ બનેલી આ ઘટના બનતા લાંબા મુસાફરી માટે જઈ રહેલા લોકો સ્ટેશન પર અટવાઈ પડયા હતા. પ્રીમિયમ ગણાતી દુરંતો એક્સપ્રેસ જેવી સુપરફાસ્ટ ટ્રેનને ઉપડવામાં 15કલાકથી વધુ સમયનો વિલંબ થયો હતો.. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું ન હતું. એસી કોચમાં શોર્ટ સર્કીટને કારણે આગ લાગ્યાનું અનુમાન છે.

