VIDEO: મહાકુંભમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી ભીષણ આગ, 25થી વધુ ટેન્ટ બળીને ખાક

પ્રયાગરાજ મહાકુંભના સેક્ટર 19 નગરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હતી.. બનાવની જાણ થતા જ ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
આગ લાગતા જ આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો
આગ એટલી ભીષણ હતી કે આસપાસના પુરા વિસ્તારમાં ધુમાડો છવાઇ ગયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા આસપાસના વિસ્તારને પણ ખાલી કરાવવામાં આવ્યો હતો.
કહેવામાં આવે છે કે ભોજન બનાવતા સમયે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જે બાદ આગ આસપાસના પુરા વિસ્તારમાં ફેલાઇ ગઇ હતી. આગની ઘટનાને લઇને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ એક્શનમાં આવ્યા હતા અને અધિકારીઓને આદેશ આપ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે અખિલ ભારતીય ધર્મ સંઘ ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં આગ લાગી હતી. આ આગ એટલી ભીષણ હતી કે આસપાસના પુરા વિસ્તારમાં આકાશમાં કાળો ધુમાડો છવાઇ ગયો હતો. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પુરા વિસ્તારને ખાલી કરાવડાવ્યો હતો. ફાયરની ટીમની સાથે સાથે NDRF અને SDRFની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
મળતી માહિતી મુજબ, મહાકુંભમાં સેક્ટર 19માં ભીષણ આગની ઘટનાથી 20 થી 25 ટેન્ટ બળી ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ટેન્ટમાં મૂકવામાં આવેલાં સિલેન્ડર સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ આગ અખાડાથી આગળ રસ્તા પર લોખંડના બ્રિજ નીચે લાગી છે. હાલ, ફાયર વિભાગ આગ પર દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.નોંધનીય છે કે, હવા તેજ હોવાના કારણે આગ વધુ ફેલાય તેવું જોખમ છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.

