પોતાની જ અંતિમ વિધિમાં પહોચી ગયો મરેલો યુવક, લાશ દફન કરીને રડી રહ્યા હતા લોકો

છત્તીસગઢના સૂરજપુર જિલ્લાના માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરવામાં આવી રહેલા યુવાન અચાનક જીવતો ઘરે પાછો ફર્યો હતો. યુવકને જોતાં જ પરિવાર સહિત ગ્રામજનો દંગ રહી ગયા. આ મામલો હવે પોલીસ માટે પણ કોયડો બની ગયો છે. ગત શનિવારે માનપુર વિસ્તારમાં એક કૂવામાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહની ઓળખ માટે આસપાસના વિસ્તારોમાં માહિતી મોકલી હતી. જ્યારે ચંદ્રપુર (ધુંધરા) ના રહેવાસી પુરુષોત્તમના પરિવારને આ માહિતી મળી, ત્યારે તેમણે પોલીસનો સંપર્ક કર્યો. પુરુષોત્તમ બે દિવસ પહેલા ગુમ થઈ ગયો હતો. જેની શોધ ચાલી રહી હતી. પરિવારે ધાર્યું કે આ મૃતદેહ તેમના પુત્રનો છે.
મૃતદેહની ઓળખ બાદ પરિવારે પોલીસની હાજરીમાં અંતિમ સંસ્કાર કર્યા. પરિવારમાં શોકનો માહોલ હતો. એવામાં પુરુષોત્તમ જીવતો તેના ઘરે આવ્યો હોવાની માહિતી મળી હતી. પહેલા તો કોઈને વિશ્વાસ ન આવ્યો પરંતુ જ્યારે સત્યતા સામે આવી તો આખા ગામમાં હડકંપ મચી ગયો. પરિવારની ખુશીનો પાર ન હતો. પરંતુ જે ડેડબોડી દફનાવ્યું તે કોનું હતું એનાથી આશ્ચર્યમાં પડી ગયા.
હવે પોલીસ સામે એક નવો કેસ આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ મૃતકના કપડાં અને અન્ય વસ્તુઓ સુરક્ષિત રાખી છે. એના આધારે હવે અજ્ઞાત ડેડબોડીની ઓળક કરાવામાં આવશે. જો પરિવાર ઈચ્છશે તો કબરમાંથી શબ બહાર નીકાળીને ડીએનએ તપાસ કરાવી શકાય છે. જેથી ચોક્કસ ઓળખ થઈ શકે. આ ઘટના માત્ર પોલીસની તપાસ ઉપર જ નહીં પરંતુ ઓળખ પ્રક્રિયામાં થયેલી લાપરવાહીને પણ ઉજાગર કરે છે.

