Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A bus overturned near Kangra tunnel in Himachal Pradesh

હિમાચલ પ્રદેશ : કાંગડામાં 52 શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 21 લોકો ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2024
લાઇવ ટીવીGoogle News
હિમાચલ પ્રદેશ : કાંગડામાં 52 શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 21 લોકો ઘાયલ

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં કાંગડા ટનલ પાસે 52 શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી મારી ગઈ છે. જેમાં 21 લોકો ઘાયલ થયા છે. જોકે, તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

App Store

પ્રાપ્ત માહિતી પ્રમાણે હિમાચલ પ્રદેશના કાંગડાથી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ જ્વાલાજી જઈ રહી હતી. ત્યારે કાંગડા ટનલ પાસે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે, તમામ ઈજાગ્રસ્તો હાલ ખતરાની બહાર હોવાનું જાણવા મળી રહ્યું છે. 

બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગળની તપાસ હાથ ધરી છે. ઘાયલ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.