અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની ખરાબ દશા બેઠી, વધુ 8 ફ્લાઇટ રદ; જાણો શું છે કારણ
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાનો ખરાબ સમય ચાલી રહ્યો છે. અવાર નવાર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જોવા મળી રહ

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાનો ખરાબ સમય ચાલી રહ્યો છે. અવાર નવાર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જોવા મળી રહી છે જેને કારણે ફ્લાઇટને કેન્સલ અથવા થોડા સમય માટે આગળ વધારવામાં આવી રહી છે. એર ઇન્ડિયાની વધુ 3 ફ્લાઇટને રદ કરવામાં આવી છે.
એર ઇન્ડિયાની આ ફ્લાઇટને રદ કરાઇ
એર ઇન્ડિયાએ જણાવ્યું કે, એર ઇન્ડિયાની દુબઇથી ચેન્નાઇની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ AI906; દિલ્હીથી મેલબોર્નની AI308; મેલબોર્નથી દિલ્હીની AI309; દુબઈથી હૈદરાબાદની AI2204 અને પુણેથી દિલ્હીની સ્થાનિક ફ્લાઇટ્સ AI874; અમદાવાદથી દિલ્હીની AI456; હૈદરાબાદથી મુંબઈની AI-2872 અને ચેન્નાઈથી મુંબઈની AI571 જાળવણી અને સંચાલનના કારણોસર રદ કરવામાં આવી છે.
અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 270 લોકોના થયા હતા મોત
12 જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઇ હતી. આ ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટથી ટેકઓફની થોડી વાર બાદ જ ક્રેશ થઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242માંથી 241 લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ જીવિત બચ્યો હતો. જે હોસ્પિટલની મેસ પર આ વિમાન પડ્યુ હતું ત્યા કેટલાક ડૉક્ટર અને અન્ય લોકોના પણ મોત થયા હતા. વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું.







