VIDEO: બિહારના લખીસરાયમાં અશોકધામ મંદિર પાસે નાસભાગ મચતા 7 દર્શનાર્થીઓના મોત
સોર્સ : gstv
બિહારના લખીસરાય જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અશોક ધામ મંદિર નજીક સવારે સાડા 6 વાગ્યે સર્જાયેલી ભારે ભાગદોડમાં ઓછામાં ઓછા ૭ શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત થયા છે અને ૧૪ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે...નજીકના રેલવે સ્ટેશને બે ટ્રેનો એકસાથે પહોંચતા ભીડ અનિયંત્રિત બની ગઈ હતી, જેના કારણે સુરક્ષા માટે લગાવેલા બેરિકેડનો એક ભાગ તૂટી પડ્યો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

