VIDEO: રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો આપ છોડી BJPમાં જોડાયા, નવી દિલ્હી ખાતે ભાજપ હેડક્વાર્ટરમા નીતિન નબીને કર્યું સ્વાગત
આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ રાજીનામાં આપ્યા હતા. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તમામ લોકો નવી દિલ્હી ખાતે ભાજપ હેડક્વાર્ટર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભાજપ અધ્યક્ષ નીતિન નબીન દ્વારા સ્વાગત કરાયું હતું. રાઘવ ચઢ્ઢા અને અન્ય સાંસદોએ AAP છોડીને ભાજપમાં જોડાવા છતાં તેમની રાજ્યસભાની સભ્યતા રદ નહીં થાય, કારણ કે તેની પાછળ બે તૃતિયાંશ સભ્યોનો કાયદાકીય નિયમ કામ કરી રહ્યો છે. બંધારણની 10મી અનુસૂચિ પક્ષાંતર વિરોધી ધારો મુજબ, જો કોઈ પક્ષના બે-તૃતિયાંશ સાંસદો કે ધારાસભ્યો એકસાથે અન્ય પક્ષમાં ભળી જાય, તો તેને વિલય ગણવામાં આવે છે અને તેમની સભ્યતા સુરક્ષિત રહે છે. AAP પાસે રાજ્યસભામાં કુલ 10 સાંસદો હતા, જેમાંથી 7 સાંસદોએ એકસાથે પક્ષ છોડ્યો હોવાથી તેઓ કાયદાકીય રીતે સુરક્ષિત છે.

