Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 6 injured in communal clash in bhopal

VIDEO: ભોપાલમાં જૂથ અથડામણમાં 6 ઈજાગ્રસ્ત, પથ્થરમારો અને ખુલ્લી તલવારો સાથે નીકળી પડ્યા યુવકો

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2024
લાઇવ ટીવીGoogle News
VIDEO: ભોપાલમાં જૂથ અથડામણમાં 6 ઈજાગ્રસ્ત, પથ્થરમારો અને ખુલ્લી તલવારો સાથે નીકળી પડ્યા યુવકો

ભોપાલના જહાંગીરાબાદમાં મંગળવારે બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. અહીં પુરાની ગલ્લા મંડીમાં યુવક સાથે મારામારીની ઘટના બન્યા બાદ બે જૂથો સામ સામે આવી જઈ પથ્થરમારો કર્યો છે. આ દરમિયાન બંને તરફથી ડંડાઓ અને તલવારો પણ ઉછળી છે. મળતા અહેવાલો મુજબ આ ઘટનામાં લગભગ અડધો ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

App Store

ઘરો પર પથ્થરમારો, લોકોમાં દહેશત

ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સ્થિતિને કાબુ લેવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ સ્ટેશનના પ્રભારી આશીષ ઉપાધ્યાયે કહ્યું કે, બે દિવસ પહેલા યુવકો વચ્ચે મારમારી થવાની ઘટના સામે આવી હતી, ત્યારબાદ આ વિવાદ ઉભો થયો છે. આજે સવારે એક જૂથે ઘરો પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે આ વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ ઉભો થયો છે. પથ્થરમારાની ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ અને કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. મામલો વધુ ગંભીર હોવાથી ઘટનાસ્થળને છાવણીમાં ફેરવી દેવાયું છે.

પોલીસ પહેલાથી જ તહેનાત કરાઈ હતી : DCP

ડીજીપી ઝોન-1 પ્રિયંકા શુક્લાએ કહ્યું કે, બે દિવસ પહેલા એક યુવકે ફુલસ્પીડે બાઈક ચલાવી હતી, જેના કારણે વિવાદ થયો હતો. આ મામલે જહાંગીરાબાદ પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી, જ્યારે બે આરોપી ફરાર હતા. આજે ફરાર બે આરોપીને લઈને વિવાદ થયો હતો. હાલ ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત પણ હાજર હતો. જોકે લોકોની ભીડ વધતા પોલીસે તુરંત કંટ્રોલ રૂમને જઆણ કરી. વીડિયોમાં અનેક લોકો હથિયારો સાથે જોવા મળી રહ્યા છે અને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.