Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 6 accused of Atiq gang sentenced to life imprisonment in Raju Pal murder case, 7th to 4 years imprisonment

રાજુ પાલ હત્યા કેસમાં અતીક ગેંગના 6 આરોપીને આજીવન કેદ, સાતમાને 4 વર્ષની કેદ

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2024
લાઇવ ટીવીGoogle News
રાજુ પાલ હત્યા કેસમાં અતીક ગેંગના 6 આરોપીને આજીવન કેદ, સાતમાને 4 વર્ષની કેદ

લખનૌની સીબીઆઈ કોર્ટે બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં તમામ સાત આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે છ આરોપીઓને આજીવન કેદ અને એકને ચાર વર્ષની કેદની સજા ફટકારી છે. પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા અતિક અહેમદ અને અશરફનું પણ રાજુ પાલ હત્યા કેસમાં નામ હતું. હવે બાકીના તમામ 7 આરોપીઓ આબિદ, ફરહાન, જાવેદ, અબ્દુલ કાવી, ગુલ હસન, ઈસરાર અને રણજીત પાલને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

App Store

25 જાન્યુઆરી 2005ના રોજ રાજુ પાલની હત્યા કરવામાં આવી હતી. બસપાના તત્કાલિન ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના પ્રત્યક્ષદર્શી ઉમેશ પાલની બદમાશોએ બોમ્બ અને ગોળીઓ વરસાવી હત્યા કરી હતી. આ ઘટનામાં ઉમેશ પાલની સુરક્ષા માટે તૈનાત ગનર સંદીપ નિષાદનું પણ મોત થયું હતું.

રાજુ પાલ અને અતિક 2004માં વિવાદ શરુ થયો હતો. રાજુ પાલે શહેરના પશ્ચિમ વિસ્તારમાં અતિક અહેમદને પડકાર ફેંક્યો હતો. અતિક અહેમદ સાંસદ બનતા ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં રાજુ પાલ અતિક અહેમદના ભાઈને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. 25 જાન્યુઆરી, 2005ના રોજ રાજુ પાલને ધુમાનગંજ વિસ્તારમાં ઘેરી લેવામાં આવ્યો અને ગોળીઓથી ઠાર કરવામાં આવ્યો. આ હુમલામાં સંદીપ યાદવ અને દેવીલાલનું પણ મોત થયું હતું.

આ ટ્રિપલ મર્ડરની તપાસ પહેલા પોલીસ, CB CID અને છેલ્લે CBI દ્વારા કરવામાં આવી હતી. સીબીઆઈ વતી અતિક અહેમદ અને તેના ભાઈ સહિત 10 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપી અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.