VIDEO: આસામના ગોલાઘાટમાં ધનસિરી નદીના પૂરથી 50 ગામો અસરગ્રસ્ત
સોર્સ : gstv
આસામના ગોલાઘાટ જિલ્લામાં ધનસિરી નદીનું જળસ્તર વધતાં પૂરનો ખતરો વધુ ગંભીર બન્યો છે. નદીના વધતા પાણીના કારણે 50થી વધુ ગામો પૂરથી અસરગ્રસ્ત થયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોની મુશ્કેલીઓ વધી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પૂરગ્રસ્ત લોકોને જરૂરી મદદ અને રાહત પહોંચાડવા માટે બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.

