Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 4 youths drowned while bathing in Ganga river in Rae Bareli

VIDEO : રાયબરેલીમાં ગંગા નદીમાં નહાવા ગયેલા 4 યુવકો ડૂબ્યા, એક જ ગામના 3 લોકોના કરુણ મોત

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાયબરેલીના સરેની કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાનીખેડા ગામમાં ગંગા નદીમાં નહાવા ગયેલા ચાર યુવકો ડૂબી જવાની હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યા છે. ચારેય યુવકો ગંગા નદીમાં નહાવા ગયા હતા, ત્યારે એક યુવક અચાનક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવાના પ્રયાસમાં અન્ય ત્રણેય મિત્રોએ પણ નદીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ કમનસીબે ચારેય યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિકોની જાણકારી બાદ પોલીસ અને તરવૈયાઓએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ ચારેયને બેભાન અવસ્થામાં બહાર કાઢ્યા હતા. તમામ યુવકોને તાત્કાલિક લાલગંજ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર હાલતને જોતા ત્રણ યુવકોને રાયબરેલી જિલ્લા હોસ્પિટલ રિફર કરાયા હતા, પરંતુ ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે એક યુવકની હાલત સામાન્ય હોવાથી તેની સારવાર લાલગંજ ખાતે ચાલી રહી છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

App Store