મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દેશમાં કોરોના વાયરસના નવા 358 કેસ નોંધાયા, ગુજરાતમાં સૌથી વધુ 158 દર્દીઓ; એક્ટિવ કેસ 6 હજારને પાર

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 358 નવા કેસ નોંધાયા છે. આ સાથે એ

દેશમાં કોરોના વાયરસના નવા 358 કેસ નોંધાયા, ગુજરાતમાં સૌથી વધુ 158 દર્દીઓ; એક્ટિવ કેસ 6 હજારને પાર

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 358 નવા કેસ નોંધાયા છે. આ સાથે એક્ટિક કેસોની સંખ્યા 6,000ને પાર પહોંચી ગઈ છે. સોમવારે (9 જૂન) સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સૌથી વધુ કેરળમાં કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારબાદ ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં કેસો નોંધાયા છે.

624 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં સક્રિય કોવિડ-19 દર્દીઓની સંખ્યા 6,491 પર પહોંચી ગઈ છે. સૌથી રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં કોઈ કોરોના દર્દીનું મોત થયું નથી અને વધુ 624 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. અગાઉ રવિવારે છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના મોત થયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી દેશમાં કોરોનાના કારણે 65 લોકો મોત થયા છે. 22 મે સુધી દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 257 હતી. વર્ષ 2025માં અત્યાર સુધીમાં ડેટાની વાત કરીએ તો, આ વર્ષે કુલ 6491 એક્ટિસ કેસ નોંધાયેલા છે, જ્યારે 6861 દર્દીઓ સજા પણ થયા છે. આ ઉપરાંત કોરોના સંક્રમીત કુલ 65 લોકોએ જીવ ગુમાવ્યો છે.

સૌથી વધુ ગુજરાતમાં 158 કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકના ડેટાની વાત કરીએ તો સૌથી વધુ ગુજરાતમાં 158, ત્યારબાદ કર્ણાટકમાં 57, પશ્ચિમ બંગાળમાં 54, દિલ્હીમાં 42, તમિલનાડુમાં 25, મહારાષ્ટ્રમાં 12, સિક્કીમમાં 8, કેરાલામાં 7, ઉત્તર પ્રદેશમાં 6, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પુડુચેરીમાં ચાર-ચાર, ઉત્તારાખંડમાં 3, આસામ, હરિયાણામાં બે-બે, જ્યારે આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા, તેલંગાણામાં એક-એક કેસ નોંધાયા છે. ડેટા મુજબ છત્તીસગઢ, પંજાબ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, ત્રિપુરા, અરૂણાચલપ્રદેશ અને મિઝોરમમાં એક પણ કેસ નોંધાયા નથી.

2025માં સૌથી વધુ કેરળ અને ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ

કેરળ - 1957
ગુજરાત - 980
પશ્ચિમ બંગાળ - 747
દિલ્હી - 728
મહારાષ્ટ્ર - 607
કર્ણાટક - 423
ઉત્તર પ્રદેશ - 225
તમિલનાડુ - 219
રાજસ્થાન - 128
હરિયાણા - 100
આંધ્ર પ્રદેશ - 85
બિહાર - 50
મધ્ય પ્રદેશ - 43
છત્તીસગઢ - 41
પંજાબ - 35
ઓડિશા - 34
સિક્કિમ - 31
પુડુચેરી - 11
તેલંગાણા - 9
ગોવા - 9
જમ્મુ અને કાશ્મીર - 9
ઉત્તરાખંડ - 6
આસામ - 4
ઝારખંડ - 4
હિમાચલ પ્રદેશ - 3
ચંદીગઢ - 2
ત્રિપુરા - 1
કુલ - 6491
 
2025માં કોરોનાથી કુલ મોત

કેરળ - 15
મહારાષ્ટ્ર - 18
કર્ણાટક - 9
દિલ્હી - 7
તમિલનાડુ - 6
ગુજરાત - 2
ઉત્તર પ્રદેશ - 2
મધ્ય પ્રદેશ - 2
પંજાબ - 2
પશ્ચિમ બંગાળ - 1
રાજસ્થાન - 1
કુલ - 65

આ સમાચાર શેર કરો