VIDEO: બિહારના નાલંદામાં મધ્યાહન ભોજન ખાધા પછી ૩૪ બાળકો બીમાર, ભૂલથી ડિટર્જન્ટ પાવડર અપાયો
સોર્સ : gstv
બિહારના નાલંદા જિલ્લાના નૂરસરાય બ્લોક સ્થિત સરકારી શાળામાં મધ્યાહન ભોજન ખાધા બાદ ૩૪ બાળકો અચાનક બીમાર પડ્યા હતા. પારસીની મધ્યમ શાળામાં બનેલી આ ઘટનામાં ૧૭ છોકરાઓ અને ૧૭ છોકરીઓનો સમાવેશ થાય છે. શાળાના આચાર્ય શૈલેન્દ્ર કુમાર સિંહના જણાવ્યા અનુસાર, બાળકોએ ભોજન સાથે વધારાનું મીઠું માંગ્યું હતું, ત્યારે રસોઈયાએ અજાણતાં મીઠાના બદલે ડિટર્જન્ટ પાવડર આપી દીધો હતો. આ ભોજન એક એનજીઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં બાળકોને ભાત અને સોયાબીન-બટાકાનું શાક પીરસવામાં આવ્યું હતું. બીમાર પડેલા તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે બિહારશરીફ સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્રે પુષ્ટિ કરી છે કે હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે…

