VIDEO: રાજ્યસભાના 31 સાંસદ રૂ.100 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા
સોર્સ : gstv
ADR અને નેશનલ ઈલેક્શન વોચના જૂન 2026ના રિપોર્ટ મુજબ રાજ્યસભાના 226 સાંસદોના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર 31 સાંસદોએ રૂ.100 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે, જ્યારે તમામ 226 સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ.115.25 કરોડ છે. સૌથી વધુ સંપત્તિ BRSના તેલંગાણાના સાંસદ બંદી પાર્થસારધી રેડ્ડીએ આશરે રૂ.5,300 કરોડ જાહેર કરી છે. ત્યારબાદ પંજાબના AAP સાંસદ રાજિન્દર ગુપ્તાની સંપત્તિ આશરે રૂ.5,053 કરોડ અને કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીની આશરે રૂ.2,558 કરોડ છે. સમાજવાદી પાર્ટીની જયા બચ્ચને આશરે રૂ.1,579 કરોડ અને અપક્ષ પરિમલ નથવાણીએ આશરે રૂ.750 કરોડની સંપત્તિ જાહેર કરી છે.

