VIDEO: વારાણસીમાં ૩૦૮ પૈડાંવાળો 'બાહુબલી' ટ્રક લોકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના વારાણસીમાં આજકાલ એક અનોખો અને અતિ વિશાળ ૩૦૮ પૈડાં ધરાવતો 'બાહુબલી' ટ્રેલર ટ્રક લોકોમાં ભારે કૌતુક અને આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.આ મહાકાય ટ્રક બેલ્જિયમથી મંગાવવામાં આવેલું આશરે ૨૦૦ ટન વજન ધરાવતું શુગર મિલનું વિશાળ મશીન લઈને પસાર થઈ રહ્યો છે.મંગળવારે સાંજે આ ટ્રક લંકા અને ડાફી ટોલ પ્લાઝા પાસે પહોંચતા તેને પસાર કરવા માટે ખાસ વૈકલ્પિક રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. રસ્તા પરથી પસાર થતાં આ વિરાટ ટ્રકને જોવા માટે લોકોના ટોળેટોળાં ઉમટી રહ્યા છે અને લોકો ઈ-રિક્ષાનું ભાડું ખર્ચીને પણ તેને જોવા પહોંચી રહ્યા છે

