Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 3 people including pilot killed, four CISF personnel injured

ઝારખંડ: બે ટ્રેન વચ્ચે ભીષણ ટક્કરમાં 3ના મોત 4થી વધુ ઘાયલ, એન્જિનના પરખચ્ચા ઉડ્યા

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2025
લાઇવ ટીવીGoogle News
ઝારખંડ: બે ટ્રેન વચ્ચે ભીષણ ટક્કરમાં 3ના મોત 4થી વધુ ઘાયલ, એન્જિનના પરખચ્ચા ઉડ્યા

ઝારખંડના સાહિબગંજમાં મંગળવારે (પહેલી એપ્રિલ) ટ્રેન અકસ્માત સર્જાયો હતો. બરહેટ એમજીઆર લાઇન પર બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં લોકો પાયલોટ સહિત ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે ચાર CISF જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. માલગાડીઓ વચ્ચે ટક્કરને કારણે, તેમાં ભરેલા કોલસામાં આગ લાગી ગઈ. ઘણી ફાયર એન્જિનો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

App Store

દુર્ઘટના કેવી રીતે સર્જાઈ?

અહેવાલો અનુસાર, સાહિબગંજમાં આ દુર્ઘટના મંગળવારે સવારે 3:30 વાગ્યાની આસપાસ સર્જાય છે. ફરક્કાથી આવતી ખાલી માલગાડી બરહેટ એમટી પર ઉભી હતી ત્યારે લાલમટિયા તરફ જતી કોલસા ભરેલી થ્રુપાસ માલગાડીએ તેને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર બાદ કોલસા ભરેલી માલગાડીમાં આગ લાગી હતી અને ઘણી બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

આ અકસ્માતમાં લોકો પાયલોટ સહિત ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે ચાર CISF જવાન ઘાયલ થયા હતા. ઘાયલોની સારવાર બરહાટ સદર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટના બાદ, વહીવટી ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી.

ટોપિક્સ:trainaccidentjharkhand