Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 28 hostages released after violent clash between 2 communities in Manipur/Senapati district

VIDEO: મણિપુર/ સેનાપતિ જિલ્લામાં 2 સમુદાયો વચ્ચે હિંસક અથડામણ બાદ બંધક બનાવાયેલા 28 લોકોને મુક્ત કરાયા

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મણિપુરના સેનાપતિ જિલ્લામાં કુકી અને નાગા સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ બંધક બનાવાયેલા ૨૮ લોકોને મુક્ત કરવામાં આવ્યા છે, જે શાંતિની દિશામાં એક મહત્વનું પગલું ગણાય છે. બંને પક્ષો દ્વારા સામસામે ૧૪-૧૪ વ્યક્તિઓને બંધક બનાવવામાં આવ્યા હતા, જેમને લાંબી વાટાઘાટો અને સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશનની દરમિયાનગીરી બાદ આખરે મુક્તિ મળી છે. લાંબા સમય બાદ પરિવારજનો સાથે તેમનું મીલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. મુક્ત થયેલા લોકોએ આપવિતી વ્યક્ત કરી છે. જેમાં તેમને પહાડી વિસ્તારોમાં આંખે પાટા બાંધીને અને પાછળ હાથ બાંધીને ગોંધી રખાયા હોવાની પીડા વર્ણવી હતી. આ દરમિયાન તેમને ભારે માનસિક અને શારીરિક યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ અંતે માનવીય અભિગમ અપનાવીને બંને પક્ષોએ એકબીજાના લોકોને સુરક્ષિત રીતે સોંપ્યા છે. આ ઘટના મણિપુરમાં પ્રવર્તતી અસ્થિરતાનો સામુદાયિક સંવાદ દ્વારા ઉકેલ લાવવાની આશા જન્માવે છે.

App Store