VIDEO: કાનપુર દેહાતમાં નેશનલ લોક અદાલતમાં 2.60 લાખ કેસોનો નિકાલ
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં આશરે 2.60 લાખ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. લોક અદાલત દરમિયાન પરસ્પર સમાધાનના આધારે 23 દંપતીનું પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધિકારીઓની હાજરીમાં પક્ષકારો વચ્ચે સમજૂતી કરાવી વિવિધ કેસોનો નિકાલ કરવામાં આવ્યો. લોક અદાલતના માધ્યમથી મોટી સંખ્યામાં કેસોનો ઝડપી અને સમાધાનકારી રીતે ઉકેલ લાવવામાં આવ્યો છે.

