Operation Sindoor મુદ્દે સંસદનું વિશેષ સત્ર બોલાવવા માંગ, 16 પાર્ટીઓએ પીએમ મોદીને લખ્યો પત્ર

પહેલગામ હુમલા બાદ ભારતે કરેલા ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા માટે દેશના ૧૬ રાજકીય પક્ષોએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ તમામ પક્ષોએ પીએમ નરેન્દ્ર મોદીને સંસદનું ખાસ સત્ર બોલાવીને ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવાની માંગ કરી છે.
તેમણે જણાવ્યું કે આ પક્ષોમાં કોંગ્રેસ, SP, AITC, DMK, શિવસેના (UBT), RJD, JKNC, CPI(M), IUML, CPI, RSP, JMM, VCK, કેરળ કોંગ્રેસ, MDMK, સીપીઆઈ (એમએલ લિબરેશન)નો સમાવેશ થાય છે.
ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કેમ કરી?
સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, રાજદ્વારી મોરચે વડાપ્રધાન છેલ્લા ઘણા વર્ષોથી ઘણા દેશોની મુલાકાત લઈ રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, પરંતુ તેમના કહેવાતા મિત્ર 'મિસ્ટર ટ્રમ્પ' એ યુદ્ધવિરામની જાહેરાત કરી. આ બાબતો દેશ માટે ચિંતાજનક છે. આ મુદ્દાઓ પર ચર્ચા કરવી જરૂરી છે. ટ્રમ્પની જાહેરાતથી વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા ઘટી છે. આ અંગે ચર્ચા કરવા સંસદ સત્ર બોલાવવું જરૂરી છે.

