Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 14 people killed in fire at Kolkata hotel

West Bengal Fire: કોલકાતાની હોટલમાં આગ લાગવાથી 14 લોકોના મોત, દુર્ઘટનામાં સંખ્યાબંધ લોકો ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2025
લાઇવ ટીવીGoogle News

પશ્ચિમ બંગાળના કોલકાતાના મેચુઆપટ્ટી વિસ્તારમાં મંગળવારે રાત્રે એક હોટલમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયાનો દાવો કરાયો છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. 

App Store

પોલીસ કમિશનરે આપી માહિતી 

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બુર્રાબજાર વિસ્તારમાં આવેલી ઋતુરાજ હોટલના પરિસરમાં રાત્રે 8:15 વાગ્યાની આસપાસ બની હતી. કોલકાતા પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, પોલીસ અને રેસ્ક્યૂ  ટીમો દ્વારા 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. 

આગ લાગવાનું કારણ શું? 

આગ કેમ લાગી તે જાણવા માટે આ મામલે વધુ તપાસ હાથ ધરાઇ  છે. તપાસ માટે એક ખાસ ટીમ પણ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, તેમણે શંકા વ્યક્ત કરી છે કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી.