Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 14 people, including 5 minors, drowned during immersion in Agra: SDRF team's negligence,

આગ્રામાં વિસર્જન દરમિયાન 5 સગીરો સહીત 14 લોકો ડૂબ્યા: SDRF ટીમની બેદરકારી, ગ્રામજનોમાં આક્રોશ 

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2025
લાઇવ ટીવીGoogle News
આગ્રામાં વિસર્જન દરમિયાન 5 સગીરો સહીત 14 લોકો ડૂબ્યા: SDRF ટીમની બેદરકારી, ગ્રામજનોમાં આક્રોશ 
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના ખેરાગઢમાં આવેલી ઉટંગન નદીમાં ગુરુવારે મા દુર્ગાની મૂર્તિ વિસર્જન કરવા આવેલા કુશિયાપુર ડૂગરવાલા ગામના 14 યુવકો ઊંડા પાણીમાં ડૂબી જતાં અફરાતફરી મચી ગઈ હતી. ગ્રામજનોએ ભારે જહેમત બાદ એક યુવક વિષ્ણુને બચાવી લીધો હતો. આશરે દોઢ કલાક બાદ પોલીસની મદદથી ત્રણ યુવકો ઓમપાલ, મનોજ અને ગગનના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવા છતાં બાકીના 10 લોકોનો પત્તો લાગ્યો નહોતો, જેમાં 5 સગીરોનો સમાવેશ થાય છે.

App Store

સુરક્ષા વ્યવસ્થા પર ગ્રામજનોનો આક્રોશ

ઘટનાની જાણ થતાં જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ મલ્લપ્પા બંગારી અને ડીસીપી પશ્ચિમી ઝોન અતુલ શર્મા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે નદી પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી અને જો પોલીસ તૈનાત હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમ સમયસર ન પહોંચતાં ગુસ્સે ભરાયેલા લોકોએ જામ લગાવી દીધો હતો. જોકે, પોલીસ અધિકારીઓએ સમજાવટ કરતાં 2 કલાક બાદ ગ્રામજનો શાંત પડ્યા હતા.

આ દુર્ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ સર્જાઇ હતી. ખેરાગઢના કુસિયાપુર ગામમાં ચામડ માતાના મંદિર પાસે નવરાત્રીમાં મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. દશેરાના દિવસે મૂર્તિ વિસર્જન માટે ગામના 40-50 જેટલા પુરુષો, મહિલાઓ અને બાળકો ઉટંગન નદી પાસે પહોંચ્યા હતા. વિષ્ણુ (20), ઓમપાલ (25), ગગન (24), હરેશ 20), અભિષેક (17), ભગવતી (22), ઓકે (16), સચિન પુત્ર રામવીર (26), સચિન પુત્ર ઊના (17), ગજેન્દ્ર (17) અને દીપક (15) સહિત 14 યુવકો ઊંડા પાણીમાં ગયા હતા.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, બચાવના કોઈ સાધનો ન હોવાથી શરૂઆતમાં ગ્રામજનો કંઈ કરી શક્યા નહોતા અને લોકો ડૂબવા લાગ્યા હતા. ત્યારબાદ કેટલાક ગ્રામજનોએ હિંમત કરીને પાણીમાં કૂદી વિષ્ણુને બહાર કાઢ્યો હતો. તેની ગંભીર હાલત જોતા તેને આગ્રાની એસએન મેડિકલ કોલેજની ઈમરજન્સીમાં રીફર કરવામાં આવ્યો છે.

મોડેથી પહોંચી SDRFની ટીમ

અન્ય યુવકો ડૂબી ગયા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. લગભગ દોઢ કલાક પછી ઓમપાલ અને ગગનને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નદીમાં ડૂબેલા અન્ય 10 યુવકોની શોધખોળ માટે 6 કલાક પછી SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પણ ગોતાખોરોની મદદથી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ રાત સુધી કોઈનો પત્તો લાગ્યો નહોતો. આ ઘટનાથી તમામ પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મધ્યપ્રદેશમાં મૂર્તિ વિસર્જન કરવા જતા ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી

મધ્યપ્રદેશમાં દશેરાના દિવસે ગંભીર દુર્ઘટના બની છે. અહીં ખંડલા જિલ્લામાં દુર્ગા પ્રતિમાનું વિસર્જન કરવા જઈ રહેલી ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી છે. ટ્રેક્ટર-ટ્રોલીમાં આશરે 20થી 25 લોકો સવાર હતા, જેઓ વિસર્જન કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરે ટ્રેક્ટર-ટ્રોલીને એક નાની પુલિયા પર ઊભી રાખી હતી, જ્યાં તે અચાનક પલટી ખાઈને તળાવમાં ખાબકતાં 11 લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં મોટાભાગના બાળકોનો સમાવેશ થાય છે.