મુંબઈમાં રૂ. 12000 કરોડની ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ, 12 આરોપીઓ ઝડપાયા
મુંબઈને અડીને આવેલા મીરા-ભાયંદર વિસ્તારમાં પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ એક મોટું ઓપરેશન હાથ ધર્યું

મુંબઈને અડીને આવેલા મીરા-ભાયંદર વિસ્તારમાં પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ગુપ્ત સૂચનાને આધારે કરવામાં આવેલા આ રેડમાં પોલીસે 12,000 કરોડની કિંમતની ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો.
મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચતા અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી 12 લોકોની ધરપકડ કરી હતી. ફેક્ટરીની અંદર તૈયાર કરવામાં આવેલ લગભગ 32,000 લિટર કાચો ડ્રગ્સ જપ્ત કર્યો હતો. જે આંતરરાષ્ટ્રીય બજારમાં મોકલવાની તૈયારી કરાઈ રહી હતી.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ડ્રગ્સને પ્રોસેસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં તેમજ દેશના અન્ય ભાગોમાં વેચવાની તૈયારીઓ ચાલી રહી હતી. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આશરે 12,000 કરોડ હોવાનો અંદાજ છે. તાજેતરના સમયમાં આ સૌથી મોટી કાર્યવાહી છે. 12,000 કરોડના ડ્રગ્સ જપ્ત કરવા એ પોલીસ માટે એક મોટી સફળતા છે.






