Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 10 gangsters died in police custody or jail in last 7 years

અતીક અહેમદથી લઈને મુખ્તાર અંસારી..., છેલ્લા 7 વર્ષમાં 10 ગેંગસ્ટર્સનું પોલીસ કસ્ટડી કે જેલમાં મોત 

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2024
લાઇવ ટીવીGoogle News
અતીક અહેમદથી લઈને મુખ્તાર અંસારી..., છેલ્લા 7 વર્ષમાં 10 ગેંગસ્ટર્સનું પોલીસ કસ્ટડી કે જેલમાં મોત 

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 7 વર્ષમાં 10 કુખ્યાત ગેંગસ્ટર્સ ન્યાયિક કસ્ટડી કે પોલીસ કસ્ટડીમાં મોત થઈ ચૂક્યું છે. એમાંથી 7 જણાની સુનાવણી અથવા તબીબી તપાસ માટે કોર્ટ પરિસરમાં લઈ જવાતી વખતે ગોળી મારતાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ મોત થયું છે. ત્રણનું મોત બીમારીઓને લીધે થયું. આ લિસ્ટમાં હવે છેલ્લું નામ ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીનું છે, જેનું 28 માર્ચ, ગુરુવારે બાંદા જિલ્લા જેલમાં મૃત્યુ થયું હતું.
 
ગેંગસ્ટરમાંથી નેતા બનેલ અતીક અહેમદનું હતું, જેને તેના નાના ભાઈ ખાલિદ અજીમ ઉર્ફે અશરફ સાથે મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવા સમયે ગોળી મારી દેવામાં આવતા મોત થયું હતું. પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેનો ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફની પ્રયાગરાજમાં સરકારી હોસ્પિટલના ગેટની બહાર ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટના લાઈવ ટીવી પર ત્યારે બની જ્યારે 15 એપ્રિલ, 2023ના રોજ પોલીસ તેને મેડિકલ તપાસ માટે લઈ જઈ રહી હતી. લવલેશ તિવારી, શનિ સિંહ ઉર્ફે પુરૈની અને અરુણ કુમાર મૌર્યની ઘટના સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. અતીક સામે 100થી વધુ અને અશરફ સામે 52 કેસ હતા.
 
9 જુલાઈ 2018 ના રોજ, ગેંગસ્ટર મુન્ના બજરંગીની બાગપત જેલની અંદર બંધ અન્ય ગેંગસ્ટર સુનીલ રાઠી દ્વારા હત્યા થઈ હતી. હત્યાના થોડા કલાકો પહેલા બજરંગીને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હતો. હત્યાના કલાકો પહેલા જ જૌનપુરના વતની મુન્ના બજરંગીને ઝાંસી જેલમાંથી બાગપત જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. બજરંગીની પત્ની સીમા સિંહે તેના પતિના જીવને જોખમ હોવાનું અઠવાડિયા પહેલા કહ્યું હતું. 

App Store

આરોપ છે કે સુનીલ રાઠીએ હાઈ સિક્યોરિટી બેરેકમાં થયેલા ઝઘડા બાદ તેના પર પિસ્તોલ વડે ગોળીબાર કર્યો હતો. બજરંગી વિરુદ્ધ 24 કેસ હતા અને તે 2012ની વિધાનસભા ચૂંટણી જૌનપુરની મરિયાહુ બેઠક પરથી અપના દળની ટિકિટ પર લડતા ચૂંટણી હાર્યો હતો. તે મુખ્તાર અંસારીનો નજીકનો માણસ ગણાતો હતો. 

જેલની અંદર ત્રણ લોકોની હત્યા

14 એપ્રિલ, 2021ના રોજ, ચિત્રકૂટ જેલની અંદર ત્રણ ગેંગસ્ટર મુકીમ કાલા, મિરાજુદ્દીન ઉર્ફે મિરાજ અને અંશુ દીક્ષિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આરોપ છે કે અંશુ દીક્ષિતે મુકીમ અને મિરાજની ગોળી મારીને હત્યા કરી હતી. આ પછી અંશુ દીક્ષિતની પણ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ત્રણેયનો લાંબો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે.

ગયા વર્ષે 7 જૂનના રોજ, ગેંગસ્ટર અને હત્યાના ગુનેગાર સંજીવ મહેશ્વરીની કથિત રીતે 25 વર્ષીય વિજય યાદવ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી સંજીવ જિલ્લા જેલમાંથી લખનૌ કોર્ટમાં કોર્ટમાં સુનાવણી માટે જઈ રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, શામલીના રહેવાસી સંજીવ પર 24 કેસ હતા. 2005માં ગાઝીપુરમાં બીજેપી ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાનો પણ કેસ ચાલતો હતો. 

ગત વર્ષે જૂનમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના નજીકના સાથી ગેંગસ્ટર ખાન મુબારકનું સારવાર માટે જિલ્લા જેલમાંથી ટ્રાન્સફર થયાના એક કલાકની અંદર હરદોઈ જિલ્લા હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. મુબારક હત્યા અને લૂંટના 44 કેસનો સામનો કરી રહ્યો હતો.
નવેમ્બર 2022માં 31 વર્ષીય ગેંગસ્ટર મુનીર મહેતાબનું વારાણસીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. NIA અધિકારીની હત્યાના આરોપમાં બિજનૌરની કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી.