VIDEO : બાયડમાં અસામાજિક તત્વોનો આતંક
સોર્સ : GSTV
અરવલ્લી જિલ્લાના બાયડ નગરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બાયડ નગરના બસ સ્ટેન્ડ સામે કેટલાક અસામાજિક તત્વોએ હાઈવે રોડ પર રિક્ષા આડી ઊભી રાખીને ભારે હંગામો મચાવ્યો હતો. આ તોફાની યુવકો વચ્ચે જાહેરમાં ઉગ્ર મારામારી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ઘટનાની જાણ થતાં જ બાયડ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળે પહોંચ્યો હતો. જોકે, બેફામ બનેલા તત્વોએ ફરજ પરના પોલીસ કર્મચારીને ધક્કો મારી તેમની સામે પણ હાથ ઉઠાવવાનો પ્રયાસ કરતાં મામલો વધુ ગંભીર બન્યો હતો. હાલમાં બાયડ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

