VIDEO:વડોદરામાં શાળા પ્રવેશોત્સવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ
સોર્સ : GSTV
વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ' ઉત્સાહભેર યોજાયો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ ૧૩૫૪ જેટલા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે હર્ષ સંઘવીએ શિક્ષકોને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ શિક્ષણ આપવા અને વાલીઓને બાળકોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા અપીલ કરી હતી.

