મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:ગુજરાતમાં શિક્ષણની કથળતી સ્થિતિ અને પેપર લીક મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહારો

પેપર લીક અને શિક્ષણની કથળતી સ્થિતિ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રવક્

પેપર લીક અને શિક્ષણની કથળતી સ્થિતિ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે દેશમાં રોજ 35 થી 40 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. 2014થી અત્યાર સુધી 89 પેપર લીક થયા છે, પરંતુ કોઈ રિપોર્ટ જાહેર કરાતો નથી. ઉલટાનું, જવાબદારોને પ્રમોશન અને બ્લેકલિસ્ટ થયેલી પ્રેસને ઓર્ડર અપાય છે. નીતિ આયોગના અહેવાલ મુજબ ગુજરાતમાં 3,000 શાળાઓ એક જ શિક્ષક ભણાવે છે. રાજ્યમાં 40 હજારથી વધુ શિક્ષકો અને 42 હજાર વર્ગખંડ ખાલી છે. શિક્ષણના વેપારીકરણથી વ્યવસ્થાને મોટું નુકસાન થયું છે અને સરકારે આ ગોલમાલનો જવાબ આપવો જ પડશે.

આ સમાચાર શેર કરો