VIDEO: લાંબા વિરામ બાદ ભાભર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
સોર્સ : gstv
ભાભર પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સવારથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ વરસાદ પડતાં સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. વરસાદ ખેંચાતા મગફળી, બાજરી અને કપાસ સહિતના ચોમાસુ પાકને નુકસાન થવાની ભીતિ હતી. જોકે, વરસાદથી ઉભા પાકને જાણે જીવતદાન મળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સારા વરસાદના પગલે ખેડૂતોમાં સારા ઉત્પાદનની આશા ફરી જીવંત બની છે.

