Video: મનરેગા રદ કરી 'જી રામજી' યોજના લાગુ કરાતાં કોંગ્રેસનો વિરોધ, સાંસદ ગેનીબેને કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર
સોર્સ : GSTV
કેન્દ્ર સરકારે મનરેગા રદ કરી જી રામ જી યોજના લાગુ કરતાં કોંગ્રેસ આક્રમક થઈ છે. બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરના નેતૃત્વમાં મનરેગા રદ કરવા મુદ્દે આંદોલનના મંડાણ કર્યા છે. ગેનીબેને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી કહ્યું કે કેન્દ્ર સરકારે મનરેગાના નામ અને ઢાંચામાં ફેરફાર ગરીબોના અધિકાર પર હુમલો કર્યો છે. કેન્દ્ર સરકારે નામ તો બદલ્યું પણ કાયદામાં પણ ફેરફાર કરવાથી ગરીબ પ્રજાને પૂરતી રોજગારી નહીં મળે. આ મામલે કલેક્ટરને આવેદન પત્ર સોંપ્યું છે. મનરેગા બચાવોના સુત્રોચ્ચાર સાથે કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું અને રોડ પર ચક્કાજામ કર્યો છે.

