VIDEO: વલસાડ / કપરાડાના ગાઢવી ગામે ભાજપના કાર્યકરની શરમજનક દાદાગીરી!
સોર્સ : gstv
વલસાડના કપરાડા તાલુકાના ગાઢવી ગામેથી ભાજપના કાર્યકર અમરેશ તુલજી બુધલની શરમજનક દાદાગીરી સામે આવી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને વોટ ન આપ્યા હોવાનો આક્ષેપ કરીને આ નેતાએ તાંબડમાળ ગામના ૨૦૦ જેટલા આદિવાસી લોકોના એકમાત્ર સરકારી બોર પર ગેરકાયદેસર કબ્જો જમાવી દીધો છે. વર્ષો જૂના આ બોર પરથી પાણી ભરતા સ્થાનિકોને અટકાવવામાં આવતા કાળઝાળ ગરમીમાં મહિલાઓ અને માસૂમો એક કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં પાણી લેવા ભટકવા મજબૂર બન્યા છે. પાણી જેવા મૂળભૂત અધિકાર પર રાજકારણ રમાતા સ્થાનિક પ્રજામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, અને તંત્ર તાત્કાલિક દાદાગીરી કરનાર નેતાની શાન ઠેકાણે લાવી ગામ લોકોને પાણી પૂરું પાડે તેવી ઉગ્ર લોક માંગ ઉઠી છે.

