VIDEO: નેપાળ પૂર બાદ વલસાડની રોમાનો સંપર્ક તૂટ્યો, પરિવારની ચિંતા વધી
સોર્સ : gstv
નેપાળમાં આવેલા ભયાનક પૂર બાદ વલસાડના હાલરમાં રહેતા એક પરિવારની ચિંતા વધી છે. હાલરમાં રહેતા દિલીપભાઈ ઇંટવાલાની પુત્રી રોમા ઇંટવાલા 22 ઓગસ્ટે મુંબઈથી ગ્રુપ સાથે હવાઈ માર્ગે કાઠમંડુ પ્રવાસે ગઈ હતી. શરૂઆતમાં રોમાનો પરિવાર સાથે નિયમિત સંપર્ક હતો, પરંતુ 25 ઓગસ્ટ બાદ તેનો સીધો સંપર્ક થઈ શક્યો નથી. રોમાના ગ્રુપમાં કુલ 62 લોકો હોવાનું જાણવા મળ્યું છે, જેઓ નેપાળ-ચીન બોર્ડર તરફ જવાના હતા. જોકે અન્ય માધ્યમથી ગ્રુપ સલામત હોવાની માહિતી પરિવારને મળી છે. તેમ છતાં રોમા સાથે સીધો સંપર્ક ન થતાં પરિવાર ચિંતિત છે. દરમિયાન વલસાડ વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે. જિલ્લા કલેક્ટર તંત્ર પરિવારના સંપર્કમાં છે અને નેપાળમાં ફસાયેલા લોકોની માહિતી માટે હેલ્પલાઇન શરૂ કરાઈ છે.

