Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Taluka-level grand Independence Day celebration in Umargam, children's patriotic works enthrall

VIDEO: ઉમરગામમાં તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી, બાળકોની દેશભક્તિપૂર્ણ કૃતિઓએ મોહ્યા

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માણેકપુર સ્થિત શ્રી સ્વામી વિવેકાનંદ શાળામાં તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના બાળકોએ તિરંગાની શાન વધારતી વિવિધ દેશભક્તિપૂર્ણ કૃતિઓ રજૂ કરી હતી. નાના બાળકોએ દેશભક્તિના ગીતો સાથે શહીદોની ગાથા રજૂ કરી ઉપસ્થિતોમાં દેશપ્રેમનો જુસ્સો જગાવ્યો હતો. બાળકોમાં શહીદોના શૌર્ય અને બલિદાનની ઝલક જોવા મળી હતી. આ પ્રસંગે ચોમાસા દરમિયાન પૂર જેવી વિકટ પરિસ્થિતિમાં જીવના જોખમે બચાવ કામગીરી કરનારા સાહસવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉમરગામ પાલિકામાં પ્રમુખ ખુશબૂબેન દ્વારા ધ્વજવંદન કરી નગરજનોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News