VIDEO: માનવ વસ્તી વગરના વિસ્તારમાં રસ્તો બનાવવા સામે વિરોધ: રમણ પાટકર પર સણસણતા આક્ષેપ
સોર્સ : gstv
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ઉદ્યોગપતિઓ અને માલેતુજારોને ફાયદો કરાવવા સરકારી તિજોરીના નાણાંનો દુરુપયોગ થતો હોવાના ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે. તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા રાકેશ રાયે વીડિયો જાહેર કરીને આક્ષેપ કર્યો છે કે, સરીગામ જીઆઈડીસીથી પુનાટ ગામ તરફ જતી નહેર પાસે કોઈ માનવ વસ્તી નથી, છતાં ભાજપના ધારાસભ્ય રમણ પાટકરના મળતિયાઓ અને માલેતુજારોની જમીનોના ભાવ વધારવા માટે રૂ. ૫૦ લાખના ખર્ચે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. કોઈ સામાન્ય નાગરિકોને લાભ ન થતો હોવા છતાં ખાનગી બાંધકામોને ફળદાયી નીવડે તે રીતે લેવાઈ રહેલા આ નિર્ણય સામે સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી છે. વિરોધ પક્ષના નેતાએ સીધો ધારાસભ્ય પર પ્રહાર કરતા સમગ્ર મામલે ભારે વિવાદ વકર્યો છે.

