VIDEO : વાપીમાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન, 2377 કિલો MD ડ્રગ્સ સાથે કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સહિત બે ઝડપાયા
સોર્સ : gstv
વલસાડ જિલ્લાના વાપી નજીક કુંતા વિસ્તારમાં ગુજરાત ATS અને સ્થાનિક SOGએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કરોડોની કિંમતના અંદાજે 2,377 કિલોગ્રામ MD ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. એક ભંગારના વેરહાઉસમાં ચાલતા આ ગોરખધંધામાં પોલીસે દમણના અબ્દુલ ખાન અને વાપીના મેહુલ મકવાણાની ધરપકડ કરી છે. જે પૈકી મેહુલ મકવાણા કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન ડ્રગ્સના જથ્થા સાથે પેકિંગ માટેના સાધનો, વજન કાંટા અને ફ્લેમ ગન જેવી વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર સરીગામનો રાજેશ મોર્યા હોવાનું મનાય છે, જેની શોધખોળ અને વધુ તપાસ પોલીસે તેજ કરી છે.

