VIDEO: વાપીમાં મેયરના પદ માટે ભાજપમાં લોબિંગ શરૂ, કોંગ્રેસે જાહેર કર્યું વિપક્ષ નેતાનું નામ
સોર્સ : gstv
વાપી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપ જ્યારે મેયરની પસંદગીમાં વ્યસ્ત છે, ત્યારે કોંગ્રેસે વિપક્ષના નેતા તરીકે પીરુ મકરાણીના નામ પર મહોર મારી દીધી છે. વાપી કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ મહેશ શાહની હાજરીમાં મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો.
વર્ષો સુધી પાલિકામાં વિપક્ષના નેતા રહેલા ખંડુભાઈ પટેલનું સ્થાન હવે પીરુ મકરાણી લેશે. મકરાણીએ જણાવ્યું કે, તેઓ રસ્તા, પાણી અને સફાઈ જેવા જનતાના પાયાના પ્રશ્નોને મક્કમતાથી વાચા આપશે. બીજી તરફ, વાપીના પ્રથમ મહિલા મેયર કોણ બનશે તે માટે ભાજપમાં ભારે લોબિંગ શરૂ થયું છે, જેમાં હાલ બે મહિલા સભ્યોના નામ રેસમાં સૌથી આગળ છે.

