Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : In Valsad's Umargam, fishermen risked their lives to save lives from natural calamities.

VIDEO: વલસાડના ઉમરગામમાં માછીમારોએ કુદરતી આફત સામે જીવના જોખમે લોકોના પ્રાણ બચાવ્યા

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આજે દેશ કારગિલ વિજય દિવસની ઉજવણી કરી શૂરવીરોને નમન કરી રહ્યો છે, ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ટિમ્ભિ ગામના માછીવાડાના માછીમારો અને ખલાસીઓની બહાદુરી પણ એટલી જ પ્રેરણાદાયી છે. વારોલી નદીના પ્રચંડ પૂર અને આકાશી આફત વચ્ચે તેમણે પોતાના જીવની પરવા કર્યા વગર નાના બાળકો, મહિલાઓ અને અનેક પરિવારોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. ત્રણ દિવસ મોબાઇલ સેવા ખોરવાઈ જતાં આ વીરતાના દ્રશ્યો હવે સામે આવ્યા છે. બાળકોની ચીસો વચ્ચે જીવન બચાવવાની આ જંગમાં આ માછીમારો કુદરત સામે અડીખમ ઉભા રહ્યા હતા. મદદના નામે પ્રસિદ્ધિ મેળવતા લોકો કરતાં આવા નિઃસ્વાર્થ શૂરવીરોને સમાજ અને સરકાર દ્વારા યોગ્ય સન્માન મળવું સમયની માંગ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News