Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Good news for tourists: Air service between Daman and Delhi will start from Ashadhi Bij

VIDEO: પ્રવાસીઓ માટે ખુશખબર: અષાઢી બીજથી દમણ અને દિલ્હી વચ્ચે શરૂ થશે હવાઈ સેવા

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંઘપ્રદેશ દમણના પ્રવાસીઓ અને સ્થાનીય નાગરિકો માટે ખૂબ જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પવિત્ર અષાઢી બીજના શુભ દિનથી દમણથી દેશની રાજધાની દિલ્હી સુધીની સીધી ફ્લાઈટ સેવાનો પ્રારંભ થઈ શકે છે. આ નવી હવાઈ કનેક્ટિવિટી શરૂ થવાને કારણે હવે પ્રવાસીઓ ખૂબ જ સરળતાથી દમણ એરપોર્ટથી દિલ્હી સુધી હવાઈ માર્ગે યાત્રા કરી શકશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત ૫ જૂનના રોજ દમણ એરપોર્ટનું ભવ્ય લોકાર્પણ કરાવી દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું.માહિતી અનુસાર, આ રૂટ પર એલાયન્સ એર કંપની દ્વારા નિયમિત ફ્લાઇટ શરૂ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.આ નવી હવાઈ સેવા શરૂ થવાથી દમણ હવે સીધું દેશની રાજધાની દિલ્હી સાથે કનેક્ટ થઈ જશે. જેના કારણે ઉદ્યોગપતિઓ, પ્રવાસીઓ અને સ્થાનિક રોજગારને ખૂબ જ મોટો ફાયદો થશે તેમજ પર્યટન ક્ષેત્રે પણ વિકાસના નવા દ્વાર ખુલશે.

App Store