Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : fly over bridge was built near the railway station at a cost of crores

ઉમરગામ રેલવે સ્ટેશન પાસે કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બન્યો પણ બાજુમાં સર્વિસ રોડની કામગીરી અધૂરી

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2024
લાઇવ ટીવીGoogle News
ઉમરગામ રેલવે સ્ટેશન પાસે કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બન્યો પણ બાજુમાં સર્વિસ રોડની કામગીરી અધૂરી

થોડા દિવસો અગાઉ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે આ વરસાદમાં ઘણા રસ્તા ધોવાઈ ગયા હતાં. પરંતુ ઉમરગામમાં સ્થિતિ જુદી જ જોવા મળી રહી છે. ઉમરગામમાં અધૂરા કામગીરીને લીધે વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો.

App Store

સર્વિસ રોડની કામગીરી અધૂરી

વલસાડ જિલ્લાના ઉમરગામ રેલવે સ્ટેશન પાસે કરોડોનાં ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બન્યો છે. કરોડોનો ફ્લાય ઓવર બન્યો છે. પરંતુ, પ્રજાને મળ્યા કાચાને પાકા બદામના ખાડાવાળા લોલીપોપ આપવામાં આવ્યા છે. પરંતુ બ્રિજની બાજુના સર્વિસ રોડની કામગીરી અધૂરી મૂકવામા આવી છે. લોકોને પૈસા ચૂકવ્યા બાદ પણ રાજકીય લાગવગને કારણે બાંધકામોને તોડવામાં આવ્યા નથી.

લોકો પરેશાન
 
મોટા માથાઓની રાજકીય લાગવગનો ભોગ પ્રજાએ બનવું પડી રહ્યું છે. એક એસટી બસ પણ રેલવે સ્ટેશન પર જઈ શકતી નથી. કારણ રિક્ષા જાય એટલો જ માર્ગ હોવાના કારણે હવે સર્વિસ રોડ જોખમી બન્યો છે. શું અંહી પણ આ સમસ્યાનાં નિરાકરણ માટે બદામ ખવડાવી સમસ્યાને યાદ કરાવવી જરૂરી છે તેવું લોકો કહી રહ્યા છે. સરકાર જાણીને અજાણ છે. નેતાઓ વચનો આપી ભૂલી ગયા છે તેવો રોષ જોવા મળી રહ્યો છે.