Valsad news: આંતરરાજ્ય હદને લઈ વિવાદ વકર્યો, ગુજરાતનો આ વિસ્તાર મહારાષ્ટ્રનો હોવાનો અધિકારીઓનો દાવો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની સરહદે ફરી મહારાષ્ટ્ર અને ગુજરાતની હદને લઈ વિવાદ જાગ્યો છે. ઉમરગામના સોળસૂંબા ગ્રામ પંચાયતના પૂર્વ વિસ્તારનો મોટો ભાગ મહારાષ્ટ્રનો હોવાનું અધિકારીઓ દાવો કરે છે, જ્યારે સ્થાનિક લોકો અને ગ્રામ પંચાયત આ વિસ્તાર ગુજરાતમાં આવતો હોવાનો દાવો કરે છે.
સોળસૂંબાનો વિસ્તાર મહારાષ્ટ્રનો હોવાનું અધિકારીઓ દાવો
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની સરહદે ફરી એકવાર ગુજરાત–મહારાષ્ટ્ર વચ્ચેનો ભૂમિ વિવાદ ભભૂકી ઊઠ્યો છે. સાત વર્ષ જૂના માપણી મુદ્દે ફરી કાવાદાવા સામે આવ્યા છે. ઉમરગામના સોળસૂંબા ગ્રામ પંચાયતના પૂર્વ વિસ્તારમાંનો મોટો ભાગ મહારાષ્ટ્રનો હોવાનું અધિકારીઓ દાવો કરે છે, જ્યારે સ્થાનિક લોકો અને ગ્રામ પંચાયત આ વિસ્તાર ગુજરાતમાં આવતો હોવાનો દાવો કરે છે. ઉમરગામ મામલતદાર તેમજ મહારાષ્ટ્રના અધિકારીઓ માપણી માટે પહોંચતાં વિવાદ વધુ ગાઢ બન્યો છે. અગાઉ મહારાષ્ટ્ર વિધાનસભામાં ચર્ચાયેલો આ મુદ્દો હવે આગામી સમયમાં લોકસભામાં પણ ગાજે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારનો વિષય હોવા છતાં હાલ સ્થાનિક સ્તરે ઉકેલના બદલે વિવાદ વધુ વકરી રહ્યો છે.

