Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : BJP's in Umargam Taluka Panchayat, winning 26 out of 30 seats and retaining power

VIDEO/Valsad: ઉમરગામ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો, 30માંથી 26 બેઠકો જીતી સત્તા જાળવી રાખી

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) ફરી એકવાર પોતાની સત્તા જાળવી રાખી છે. પંચાયતની કુલ ૩૦ બેઠકોમાંથી ૨૬ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે. ભાજપ શાસિત આ પંચાયતમાં પ્રમુખ તરીકે સંતોષભાઈ વારલી અને ઉપપ્રમુખ તરીકે હાર્દિક શાહની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત કારોબારી અધ્યક્ષ તરીકે મનીષ પટેલ અને દંડક (વ્હીપ) તરીકે અંકિતાબેન પટેલ બિનહરીફ ચૂંટાયા છે.

App Store

બીજી તરફ, વિરોધ પક્ષના નેતા પદ માટે અપક્ષના ચાર સભ્યોમાંથી રાકેશ રાયે લેખિતમાં દાવેદારી નોંધાવી રજૂઆત કરી છે. સત્તા સંભાળ્યા બાદ હવે નવનિયુક્ત પદાધિકારીઓ સામે ગત ટર્મના બાકી રહેલા અધૂરા વિકાસકામોને ઝડપથી પૂર્ણ કરવાનું મુખ્ય લક્ષ્ય રહેશે, જેના પર હવે સમગ્ર તાલુકાની જનતાની નજર ટકેલી છે.

 

ટોપિક્સ:valsadValsad newsgstv news