VIDEO: વલસાડના ૧૫થી ૨૦ ગામોમાં પૂરની તારાજી સામે કાયમી નિરાકરણની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર
સોર્સ : gstv
વલસાડમાં ઔરંગા નદીમાં દર વર્ષે આવતા પૂરના કારણે સર્જાતી તારાજી સામે ૧૫થી ૨૦ ગામોના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. વીજલપોર, ભદેલી, હિંગળાજ અને લીલપોર સહિતના ગામોમાં પૂરના કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. ગ્રામજનોએ ઔરંગા નદીમાંથી કાપ હટાવી નદી ઉંડી કરવા તેમજ દરિયાકિનારાના વિસ્તારોમાં પ્રોટેક્શન વોલ બનાવવાની મુખ્ય માંગણી કરી છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે તંત્ર માત્ર પૂર બાદ સહાય ચૂકવીને સંતોષ માની લે છે, ભદેલી ગામના લોકોએ પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે.

