VIDEO: વલસાડમાં મુસાફરો ભરેલી બસ પાણીમાં ફસાઈ, મુસાફરોએ બસની છત પર ચડીને બચાવ્યો જીવ
સોર્સ : gstv
વલસાડના અંભેટી નજીક સુરતથી મહારાષ્ટ્ર જઈ રહેલી 36 મુસાફરો ભરેલી એક ખાનગી બસ પૂરના પાણીમાં અધવચ્ચે ફસાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસમાં પાણી ભરાવા લાગતા ડરના માર્યા તમામ મુસાફરો તાત્કાલિક જીવ બચાવવા બસની છત પર ચડી ગયા હતા. મુસાફરોમાં નાના બાળકો અને મહિલાઓ પણ સામેલ છે, જેઓ ભારે વરસાદ વચ્ચે જીવના જોખમે મદદની રાહ જોઈ રહ્યા છે.નોંધનીય છે કે અગાઉ પણ ગઈકાલે આ જ વિસ્તારમાં બસ પાણીમાં ફસાઈ હોવાની ઘટના સામે આવી હતી, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉઠી રહ્યા છે અને વહેલી તકે બચાવ કામગીરી હાથ ધરવા ઉગ્ર માંગ ઉઠી છે.

