Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Yusuf Pathan occupied VMC land and built a stable

VADODARA : ક્રિકેટરમાંથી સાંસદ બનેલા યુસુફ પઠાણે કોર્પોરેશનની જમીન પર કબજો કરી તબેલો બનાવ્યો

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2024
લાઇવ ટીવીGoogle News
VADODARA : ક્રિકેટરમાંથી સાંસદ બનેલા યુસુફ પઠાણે કોર્પોરેશનની જમીન પર કબજો કરી  તબેલો બનાવ્યો

Yusuf Pathan occupied VMC land Land: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણીતા રમતવીરોને રાહતદરે જમીન આપવાની યોજના અમલમાં મુકવામાં આવી  હતી. તેમાં ક્રિકેટર યુસુફ પઠાણે જમીનની માંગણી કરી હતી. તેને કોર્પોરેશનની સભાએ મંજૂરી આપી રાજ્ય સરકારમાં મોકલી હતી, પરંતુ રાજ્ય સરકારે તે માંગણી નામંજૂર કરી દીધી હતી. હવે તે જમીન પર ક્રિકેટર યુસુફ પઠાણે  ગેરકાયદે દબાણ કરી તબેલો અને દીવાલ બાંધી જમીનનો કેટલોક ભાગ પોતાના હસ્તક મેળવી લીધો હોવાની વિગતો બહાર આવી છે.

App Store

જાણો શું છે મામલો

પશ્ચિમ બંગાળમાંથી સાંસદ તરીકે યુસુફ પઠાણ ચૂંટાઈ આવ્યા બાદ ભાજપના પૂર્વ મેયરે સોશ્યિલ મીડિયા પર મેસેજ ફરતો કરતા વિવાદ સર્જાયો હતો. તેમના બંગલાની બાજુમાં આવેલા કોર્પોરેશનના પ્લોટનો કેટલોક ભાગ દબાવી લઈ ગેરકાયદે રીતે દીવાલ બાંધી દઈ તબેલો કરી દીધાનું બહાર આવતા પઠાણ બંધુઓ વિવાદમાં આવ્યા છે. 

તાંદળજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલી આંગન સોસાયટી નજીક ટી.પી. સ્કીમ નં.22ના ફાઈનલ પ્લોટ નં.90 વાળી રહેણાંકનો હેતુ ધરાવતી 978 ચોરસ મીટર જમીન ક્રિકેટર યુસુફ પઠાણે વર્ષ 2012 વેચાણે લેવાની માંગણી કરી હતી. જેને લીધે પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે આ દરખાસ્ત મંજૂર પણ કરાઈ હતી. જો કે, વર્ષ 2014માં જ રાજ્યના શહેરી વિકાસ વિભાગે આ દરખાસ્તને નામંજૂર કરી હતી.  આ જમીન યુસુફ પઠાણને નહીં આપવાના નિર્ણય બાદ તેમણે આ જમીન પર દીવાલ બાંધીને કબજો કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.