Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Waste of drinking water for two days due to the system in Vadodara

VIDEO: વડોદરામાં તંત્રના પાપે બે દિવસથી પીવાના પાણીનો બગાડ

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરામાં તંત્રની બેદરકારીને કારણે લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે..કલાલી રોડ પર આવેલ જૈન ભવન પાસે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા બે દિવસથી પીવાનું શુદ્ધ પાણી રોડ પર વહી રહ્યું છે.વડોદરા મહાનગરપાલિકાના પાપે શહેરમાં પીવાના પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે..આ પાણી સીધું સોસાયટીઓમાં પણ ભરાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશોનું કહેવું છે કે આ લાઇનમાં વારંવાર ભંગાણ સર્જાય છે, પરંતુ તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. પાણીના બગાડ સાથે રસ્તા પર કાદવ-કીચડ થતા અકસ્માતનો ભય પણ વધ્યો છે.

App Store