VIDEO: બેવડી ઋતુમાં વાયરલ બીમારીના કેસો વધ્યા
સોર્સ : gstv
રાજ્યમાં બેવડી ઋતુના કારણે વાયરલ બીમારીઓના કેસોમાં ઉછાળો આવ્યો છે. ગરમીની વિદાય અને ગુલાબી ઠંડીના પ્રારંભ વચ્ચે હોસ્પિટલોની OPDમાં શરદી, ઉધરસ અને તાવના દર્દીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. વડોદરાની કારેલીબાગ સ્થિત ચેપીરોગ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તબીબોના જણાવ્યા મુજબ, વાયરસના ફેલાવાથી બચવા ભીડભાડવાળી જગ્યાઓએ માસ્ક પહેરવું તેમજ ઇમ્યુનિટી વધારવા આયુર્વેદિક ઉકાળા અને લીંબુ શરબતનું સેવન કરવું હિતાવહ છે.

