Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Vadodara city police turn a blind eye to goons who want to become infamous

VIDEO: વડોદરા શહેર પોલીસ નામચીન બનવા માંગતા ગુંડાઓની સામે કરી લાલ આંખ

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા પોલીસ તંત્રએ આકરાં પગલાં ભરવાનું શરું કરી દીધું છે. જેના ભાગરુપે આજે કુખ્યાત આરોપી ડેવિડ કહારને પાણીગેટ વિસ્તારમાં જાહેરમાં વરઘોડો કાઢીને જાહેરમાં માફી મંગાવી હતી. મોટી સંખ્યામાં પોલીસ તંત્ર હાજર રહી પાણીગેટ પોલીસે શાક માર્કેટ રોડ પર આરોપીનું સરઘસ કાઢીને માફી મંગાવી હતી.

App Store

પાણીગેટ પોલીસે આરોપી ડેવિડ કહારને સાથે રખાવીને તેના ગુનાહિત કૃત્યોની નોંધ ટપકાવી હતી. આ ઉપરાંત જાહેર જનતા સામે પોલીસ અધિકારીઓએ માફી મગાવી હતી. પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. આરોપી ડેવિડ કહાર સામે ખંડણી, મારામારી, ધાક ધમકી સહિત અનેક ગુનાઓ  નોંધાયેલા છે. હિસ્ટ્રીસીટર આરોપીએ વડોદરાની પ્રજાની સામે જાહેરમાં માફી માંગતા લોકોનાં ટોળાં આરોપીને જોવા એકઠા થયા હતા. 

 ,