VIDEO: વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG)ના તબીબો આજે હડતાલ પર ઉતર્યા
સોર્સ : gstv
વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ના તબીબો આજે હડતાલ પર ઉતરી ગયા છે, જેના કારણે હોસ્પિટલના કામકાજ પર મોટી અસર પડી છે અગાઉ દર્દીના સગાઓ દ્વારા ફરજ પરના તબીબો સાથે મારપીટની ઘટના બની હતી. આ હુમલાના વિરોધમાં અને સુરક્ષાની માંગ સાથે તબીબો આજે કામથી દૂર રહ્યા છે. હડતાલને પગલે સામાન્ય OPD અને અન્ય સેવાઓ બંધ છે, માત્ર ઇમર્જન્સી વોર્ડ માં જ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં તબીબો હોસ્પિટલની મુખ્ય કચેરી ખાતે એકઠા થઈ ન્યાયની માંગ કરી રહ્યા છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને આ હડતાલને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

