Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara: Woman puts jewellery worth lakhs in mouth on pretext of buying jewellery

VIDEO : વડોદરા જ્વેલરી ખરીદીના બહાને મહિલાએ લાખોના દાગીના મોઢામાં મૂક્યા, CCTVમાં ચોરીનો ભાંડો ફૂટ્યો

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલી મલબાર ગોલ્ડ જ્વેલરી શોરૂમમાં એક હાઈપ્રોફાઈલ મહિલા દ્વારા અજીબોગરીબ રીતે ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. ખરીદીના બહાને આવેલી આ મહિલાએ સ્ટાફની નજર ચૂકવી લાખોની કિંમતની સોના ડાયમંડની વીંટી અને બુટ્ટી સિફતપૂર્વક પોતાના મોઢામાં છુપાવી દીધી હતી, પરંતુ સ્ટાફની સતર્કતાને કારણે તે રંગેહાથ ઝડપાઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં મહિલા ચોરીની વસ્તુઓ મોઢામાં મૂકતી સ્પષ્ટ દેખાતી હોવા છતાં તે ગુનો કબૂલવા તૈયાર ન થતા એક તબક્કે અકોટા પોલીસ અને મેનેજર પણ મૂંઝવણમાં મુકાયા હતા. હાલ પોલીસે આ હાઈપ્રોફાઈલ મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store