VIDEO: વડોદરા: વ્યાજખોર દંપતી ઝબ્બે
સોર્સ : gstv
વડોદરાના તાંદલજામાં ગેરેજ સંચાલક પાસેથી રૂ.3 લાખ આપી રૂ.12 લાખ વસૂલ્યા બાદ પણ ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપનાર સોહીલ સૈયદ અને તેની પત્ની તમ્મના સૈયદની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અગાઉ ડ્રગ્સના વીડિયોથી ચર્ચામાં આવેલી તમ્મના અને તેના પતિને કોર્ટે 7 દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. પોલીસે હવે તેમના મોબાઈલ, નાણાકીય વ્યવહારો અને વ્યાજખોરીના આખાય નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે

