VIDEO: વાયરલ વીડિયો બાદ વડોદરા ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં
સોર્સ : gstv
વડોદરામાં આઝાદી પર્વની ઉજવણી દરમિયાન હાઇવે પર જોખમી રીતે વાહનો હંકારતા યુવાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં એક યુવક રૂફ ટોપ ખોલીને વાહન પર ઉભો હતો, જ્યારે અન્ય યુવાઓ ફૂલ સ્પીડમાં વાહનો હંકારતા જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ વડોદરા ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી અને યુવક સામે કાર્યવાહી કરી કાયદાનો પાઠ ભણાવ્યો. યુવકે પોતાની ભૂલ સ્વીકારી અને લોકોને વાહન ચલાવતી વખતે જોખમી સ્ટન્ટ ન કરવા અપીલ કરી.

