વડોદરા / ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવનાર યુથ કોંગ્રેસ પ્રમુખ હેરી ઓડની અટકાયત

વડોદરા લોકસભાના ભાજપા ઉમેદવાર રંજનબેનભટ્ટ વિરુદ્ધ બેનર લાગ્યાં હતા, જેમાં લખ્યું હતું - “મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખૈર નહીં.” હવે આ મામલે વારસિયા પોલીસે વડોદરા યુથ કૉંગ્રેસના પ્રમુખ હેરી ઓડની અટકાયત કરી છે. હેરી ઓડની અટકાયત થતા કોંગ્રેસ અગ્રણીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.
સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં લાગ્યા હતા બેનર
વડોદરામાં સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના નાકા પર રંજનબન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર જોવા મળ્યા હતા. ગાંધી પાર્ક સોસાયટી, ધારાસભ્ય મનિષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલય રોડ ખાતે આવેલ વલ્લભ પાર્ક સોસાયટી, જાગૃતિ સોસાયટી, ઝવેર નગર સોસાયટી અને સંગન સોસાયટીની બહાર ભાજપના ઉમેદવાર વિરૂદ્ધ પોસ્ટર જોવા મળ્યા હતા.
વડોદરા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ આવા બેનરો લાગતા અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. રંજનબેન ભટ્ટને ભાજપે ત્રીજી વખત વડોદરા બેઠક પર લોકસભાની ટિકિટ આપી છે.

